યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા ઑનલાઈન યોગાસન તાલીમ શિબિરનું આયોજન તા.૨૫ ડિસેમ્બર, ૨૦૨૦થી તા.૨૧ જાન્યુઆરી, ૨૦૨૧ દરમ્યાન યોજાનાર આ ઑનલાઈન યોગાસન તાલીમ શિબિર પૂર્ણ થયા બાદ તાલીમાર્થીઓની ઑનલાઈન પરિક્ષા પણ લેવામાં આવશે યુવાનોના શારીરિક વિકાસ તેમજ રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય તે હેતુથી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા યોગાસન તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. કોવિડ-૧૯ની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને આ શિબિર વેબિનારના માધ્યમથી યોજાશે. રોજીંદા જીવનમાં યોગને મહત્વ આપવા પ્રતિ વર્ષની જેમ વર્ષ ૨૦૨૦-૨૧માં યોગાસન તાલીમ શિબિર યોજવામાં આવનાર છે. તા.૨૫ ડિસેમ્બર, ૨૦૨૦થી તા.૨૧ જાન્યુઆરી, ૨૦૨૧ દરમ્યાન સવારે ૦૭.૩૦ થી ૦૮.૩૦ કલાક સુધી યોજાનાર આ ઑનલાઈન યોગાસન તાલીમ શિબિર પૂર્ણ થયા બાદ તાલીમાર્થીઓની ઑનલાઈન પરિક્ષા પણ લેવામાં આવશે. જેમાં ઉતિર્ણ થનાર ૦૧ થી ૨૦ ક્રમ સુધીના તાલીમાર્થીઓને સરકારશ્રી દ્વારા DBT પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવશે. સાથે જ તમામ તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવશે. ઑનલાઈન યોગાસન તાલીમ શિબિરમાં વધુમાં વધુ ૧૦૦ શિબિરાર્થીઓ ભાગ લઈ ...
Comments
Post a Comment