તાલુકા અને જિલ્લા કક્ષાના 6th online એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ માં ભાગ લીધેલ સરસ્વતી તાલુકાના ઇનોવેટિવ શિક્ષકો ને સન્માનિત કરવાનો કાર્યક્રમ બીઆરસી શ્રી દિલીપભાઈ ની અધ્યક્ષતા માં અઘાર ક્લસ્ટરની અંબાજી પુરા પ્રાથમિક શાળામાં આયોજન કરવામાં આવ્યું જેમાં જેમાં બીટકેની દિનેશભાઈ રાવલ, સ્કૂલ ઇન્સ્પેક્ટર હરેશભાઈ, તાલુકાના તમામ સી.આર.સી શ્રી, પે.સેન્ટર ના આચાર્યશ્રી તથા બ્લોક સ્ટાફ હાજર રહી તમામ ઇનોવેટિવ શિક્ષકો ને પ્રમાણપત્ર અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં બીઆરસી સાહેબે શિક્ષણ અનુસંધાનમાં ચર્ચા કરી હતી તથા ઇનોવેટિવ શિક્ષકોને અભિનંદન આપ્યા હતા. તમામ ઇનોવેટિવ શિક્ષકો એ પોતાના ઇનોવેશન ની માહિતી આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અઘાર સી.આર.સી કો-ઓર્ડીનેટરશ્રી નિલેશ શ્રીમાળીએ કર્યું હતું. આભાર વિધિ કાસા સી.આર.સી શ્રી રાજેશભાઈ રબારીએ કરી હતી. Video 👉 CLICK